મોરબી સીટી એ ડિવિઝન પોલીસે હથિયાર પરવાનેદાર અને ફોટો અપલોડ કરનારની ધરપકડ કરી મોરબી : ફેસબુક, ઇન્સ્ટાગ્રામ સહિતના સોશિયલ મીડિયા ઉપર બંદૂક સાથેના ફોટોગ્રાફ અપલોડ કરી સીન સપાટા કરવાનું ચલણ વધ્યું છે ત્યારે આવા ઈસમો વિરુદ્ધ પોલીસ ગંભીરતાથી પગલાં ભરી રહી છે, મોરબીમાં આવા જ એક કિસ્સામાં ફેસબુક ઉપર બંદૂક સાથે ફોટો અપલોડ કરનાર તેમજ પરવાના વાળું હથિયાર આપનાર બે શખ્સની પોલીસે ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું હતું. મોરબી સીટી એ ડિવિઝન પોલીસે મોરબીના લાતીપ્લોટ 11મા રહેતા રફીક જુસબભાઈ મોવર ઉ.37 નામના શખ્સે હથિયાર રાખવાનો પરવાનો ન હોવા છતાં સમાજમાં ભય ઉભો કરવાના ઇરાદે પોતાના ફેસબુક એકાઉન્ટમા બંદૂક સાથનો ફોટો અપલોડ કરવા સબબ ઝડપી લઈ કાર્યવાહી કરી આ શખ્સને હથિયાર આપનાર લાયસન્સ ધારક અલીમામદભાઈ જુમાભાઈ ચાવડા રહે.અંજાર વાળાને પણ અટકાયતમાં લઈ બન્ને વિરુદ્ધ આર્મ્સ એકટની કલમ 29 અને 30 મુજબ ગુન્હો દાખલ કરી કાયદાનું ભાન કરાવ્યું હતું. આ સફળ કામગીરી સીટી એ ડિવિઝન પીઆઇ એચ.એ.જાડેજા, પીએસઆઇ કે.એચ.ભોચીયા, એએસઆઈ રાજદીપસિંહ પ્રતાપસિંહ, હેડ કોન્સ્ટેબલ તેજાભાઇ આણંદભાઈ,ચકુભાઇ દેવશીભાઇ, ધર્મેન્દ્રભાઇ વાઘડીયા, પોલીસ કોન્સ્ટેબલ કિશોરભાઇ મેણંદભાઇ, હિતેષભાઇ વશરામભાઇ, સિધ્ધરાજસિંહ અનિરૂધ્ધસિંહ, સિધ્ધરાજભાઇ કાનજીભાઇ, અરજણભાઇ મેહુરભાઇ સહિતના સ્ટાફે કરી હતી.