વાંકાનેર : વાંકાનેર પોલીસ, એલસીબી, એસઓજી ટીમે જામસર, મકતાનપર, આણંદપર, પાડધરા તથા લુણસર રોડ વિસ્તારમાં આવેલ ખાણો તથા ચાર રસ્તા રોડ પર મેગા કોમ્બિંગ હાથ ધર્યું હતું. આ કાર્યવાહીમાં પ્રોહિબીશન કબજાનો કેસ-2, જીપી એક્ટ 135નો કેસ, એમવી એક્ટ 185નો કેસ, બીએનએસ કલમ 223 કેસ તેમજ તાડપત્રીને લગતી એનસી 9, બ્લેક ફિલ્મ એનસી 2, લાઇસન્સ એનસી 5 તથા ત્રણ સવારી એનસી 6 વગેરે મળીને કુલ રૂ.11,600નો દંડ ફટકાર્યો હતો. આ કામગીરીમાં વાંકાનેર વિભાગ નાયબ પોલીસ અધિક્ષક એસએચ સારડા તથા સ્ટાફ એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એમપી પંડ્યા તથા સ્ટાફ, એસઓજી પોલીસી ઇન્સ્પેક્ટર એનઆર મકવાણા તથા સ્ટાફ, પોલીસ ઇન્સ્પેક્ટર ડીવી ખરાડી સહિત વાંકાનેર ડિવિઝનના તમામ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા સ્ટાફ રોકાયો હતો.