ઇન્સ્ટાગ્રામની રિલ્સ વાયરલ થતા બી ડિવિઝન પોલીસે હાથ ધરી કાર્યવાહી : બન્ને શખ્સોની ધરપકડમોરબી : મોરબીમાં મચ્છું નદીના કાંઠે બેસીને બિયરની પાર્ટી કરતા હોય તેવી રિલ્સ ઇન્સ્ટાગ્રામમાં મુક્યા બાદ બી ડિવિઝન પોલીસે બન્ને શખ્સોને પકડી પાડી કાયદાનું ભાન કરાવ્યુ છે. પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીમાં દારૂબંધીના ધજાગરા થતા હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં મચ્છુ નદીના કાંઠે બેસીને બે શખ્સો બિયરના ટીન પીતા હોવાનું જણાય આવતું હતું. આ મામલે બી ડિવિઝન પીઆઇ એન.એ.વસાવાએ જણાવ્યું કે બન્ને શખ્સોનો વિડીયો પોલીસને ધ્યાને આવતા જ નૂરો અને બલ્લુ નામના આ બે શખ્સને પકડીને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.