મોરબી : મોરબી શહેરમાં અવાર નવાર વ્યાજ વટાઉની પ્રવૃત્તિ હેઠળ પોલીસ ચોપડે ચડી ચૂકેલા આરોપી ભરત ઉર્ફે બી.કે.કાળુભાઇ ગોગરા રહે.જેલ રોડ, બોરીચાવાસ વિરુદ્ધ જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ પાસા દરખાસ્ત કરવામાં આવતા પાસા દરખાસ્ત મંજુર થતા સીટી એ ડિવિઝન પોલીસે આરોપી ભરત ઉર્ફે બી.કે.ને ઝડપી લઈ વડોદરા મધ્યસ્થ જેલમા ધકેલી દીધો હતો.