વાંકાનેર : વાંકાનેરમાં રીઢા આરોપીઓને પોલીસે રૂબરૂ બોલાવી હાલ શુ પ્રવૃતિઓ કરે છે તે અંગે પૂછપરછ કરી કાયદામાં રહેવાની ચેતવણી આપી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર સિટી પોલીસ મથક ખાતે વાંકાનેર સિટી તથા તાલુકા પોલીસ સ્ટેશન ટીમે સંયુક્ત રીતે વિસ્તારના અલગ અલગ ગેરકાયદેસર પ્રવૃતિ સાથે જોડાયેલ લોકો જેવા કે પ્રોહી. બૂટલેગર ,એમ.સી.આર.વાળા ઇસમો, એચ.એસ. તથા શરીર સબંધી, મિલકત સબંધી ગુનાઓ કરવાની ટેવ વાળા લોકોને બોલાવી તેની પૂછપરછ કરી હતી. આવી પ્રવૃતિઓનું પુનરાવર્તન ન કરે તે સંબંધે જરૂરી તાકીદ કરવામાં આવી હતી.