મોરબી : મોરબીમાં સાંજે 7 વાગ્યા બાદ અતિ આવશ્યક કામ સિવાય બહાર નીકળવા ઉપર પ્રતિબંધ છે. તેમ છતાં જે લોકો નજીવા કામ સબબ બહાર નીકળ્યા હોય તેઓ સામે પોલીસ કડક હાથે કામગીરી લઈ રહી છે. મોરબી જિલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલાના આદેશથી લોકડાઉનના જાહેરનામાની ચુસ્ત અમલવારી કરાવવા પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જાહેરનામા મુજબ શહેરમાં સાંજે 7 વાગ્યા બાદ અતિ આવશ્યક કામ સિવાય બહાર નીકળવા ઉપર પ્રાંતિબંધ છે. તેમ છતાં બહાર નીકળતા લોકોની પોલીસ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. જો યોગ્ય કારણ ન હોય તો કડક હાથે કામગીરી પણ લેવામાં આવી રહી છે.