રથયાત્રાના રૂટ પર 1 ડીવાયએસપી, 5 પીઆઈ અને 11 પીએસઆઈ સહિતના પોલીસ કાફલાએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી ફ્લેગ માર્ચ કાઢીમોરબી : મોરબીમાં આગામી અષાઢી બીજના પાવન પર્વ નિમિત્તે નીકળનારી રથયાત્રાને લઈને પોલીસ તંત્ર સજ્જ બન્યું છે. મોરબી શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં શાંતિ સમિતિની વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં રથયાત્રાના આયોજકો, હિન્દુ-મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ વેપારીઓ સાથે મિટિંગ કરી શાંતિપૂર્ણ માહોલમાં તહેવારની ઉજવણી કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.આ અંગે ડીવાયએસ જે. એમ. આલે રથયાત્રાના રૂટ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, દર વર્ષની જેમ આ યાત્રા મહેન્દ્રપરાથી શરૂ થઈને આસ્વાદ પાન, સુપર ટોકીઝ, સીપીઆઈ ચોક, નગર દરવાજા અને ગ્રીન ચોક થઈને પસાર થશે. આ સમગ્ર રૂટ પર સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે આજે પોલીસ દ્વારા રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા વિશેષ ફ્લેગ માર્ચ કાઢવામાં આવી હતી. આ ફ્લેગ માર્ચમાં 1 ડીવાયએસપી (DySP), 5 પીઆઈ (PI), 11 પીએસઆઈ (PSI) તેમજ 70 થી 80 જેટલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા અને શહેરમાં સુરક્ષા અને શાંતિનો સઘન અહેસાસ કરાવ્યો હતો.#Morbi #MorbiUpdate #RathYatra #AshadhiBij #MorbiPolice #FlagMarch #GujaratPolice #NewsUpdate #MorbiNews