વાહન ચેકીંગ ઝુંબેશની સાથે કારખાનાઓમાં શ્રમિકોની નોંધણીને લઈ જાગૃતિ ફેલાવવાની કામગીરી કરાઈટંકારા : ટંકારામાં ડીવાયએસપીની અધ્યક્ષતામાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ સાથે કારખાનાઓમાં કામ કરતા તમામ પરપ્રાંતીય શ્રમિકોની નોંધણી થાય તે માટે જાગૃતિ પણ ફેલાવાય હતી. મોરબી જિલ્લાના વાંકાનેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સમીર સારડા આજે ટંકારાની મુલાકાતે આવ્યા હતા. તેઓની અધ્યક્ષતામાં પોલીસ દ્વારા નગરના રાજમાર્ગો ઉપર ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ટંકારા પીઆઇ એસ.કે.ચારેલ, પીએસઆઈ એમ.જે.ધાંધલ તેમજ ટંકારા પોલીસ મથક તથા વાંકાનેર પોલીસ મથકનો સ્ટાફ જોડાયો હતો. આ વેળાએ વાહન ચેકિંગમાં બેથી ત્રણ વાહનો ડિટેઇન પણ કરવામાં આવ્યા હતા. ઉપરાંત ફેક્ટરીઓની મુલાકાત લઈ ત્યાં પરપ્રાંતીય શ્રમિકોની ફરજીયાત નોંધણી કરાવવા અંગે જાગૃતિ પણ ફેલાવવામાં આવી હતી.