શોભાયાત્રાના રૂટ ઉપર વિશેષ ડ્રાઇવ : આવતીકાલે તમામ સ્થળોએ ચાંપતો બંદોબસ્ત ગોઠવાશેમોરબી : મોરબી જિલ્લામાં આવતીકાલના કાર્યક્રમ સંદર્ભે આજે પોલીસ દ્વારા તમામ મથકો ઉપર ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ખાસ શોભાયાત્રાઓના રૂટ ઉપર પોલીસે વિશેષ ચેકીંગ કર્યું હતું.આવતીકાલે અયોધ્યામાં રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે. જે નિમિત્તે આવતીકાલે સમગ્ર મોરબી જીલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ વેળાએ શાંતિપૂર્ણ વાતાવરણ સર્જાય રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લા પોલીસે સતર્ક બનીને વિવિધ મથકો ઉપર ફૂટ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું.બીજી તરફ પોલીસ દ્વારા બીડીએસ, ડોગસ્કવોડ સહિતની ટિમો પણ મેદાનમાં ઉતારવામાં આવી છે. મોરબી સિટી એ ડિવિઝનમાં સૌથી વધુ કાર્યક્રમ હોય ત્યાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. ઉપરાંત જિલ્લાભરમાં આવતીકાલે ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવનાર છે.