હળવદ : હળવદમાં તાજિયા નિમિતે પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલીગ કર્યું હતું.પોલીસના જવાનો દ્વારા તાજિયાના રૂટ ઉપર ફૂટ પેટ્રોલીગ કરીને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. હળવદમાં મુસ્લિમ સમાજના પવિત્ર અને ભારે શ્રધ્ધા તેમજ અસ્થાના કેન્દ્ર સમાં મહોરમ પર્વ શરૂ થઈ ગયું હોય મહોરમ નિમિત્તે સબીલો શરૂ કરવામાં આવ્યા છે અને સબીલોમાં લોકોને પાણી, ઠંડા પીણાં, લચ્છીનું વિતરણ કરવામાં આવી રહ્યું હતું. આ મહોરમ નિમિતે આગામી સમયમાં તાજિયા ઝૂલુસ નિકળનાર હોવાથી હળવદમાં પોલીસે તાજિયાના રૂટ ઉપર ફૂટ પેટ્રોલીગ કરીને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. હળવદ પી.આઈ એમ.વી પટેલ,પીએસઆઇ શુકલ સહિતના પોલીસ જવાનો એ શહેરના રાજમાર્ગો પર ફૂટ પેટ્રોલિંગ કર્યુ હતું.