હળવદ : હળવદ પોલીસે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત “CEIR” પોર્ટલના ઉપયોગથી ૭ જેટલા ખોવાયેલ મોબાઇલો શોધી કાઢી અરજદારોને પરત આપવામાં આવ્યા છે.હળવદ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ. યુવરાજસિંહ નિરુભા જાડેજાએ 'CEIR' પોર્ટલનો ઉપયોગ કરી 'CEIR' મા એન્ટ્રી કરી સતત મોનીટરીંગ રાખી ટેકનીકલ વર્ક આઉટ કર્યું હતું. જે અન્વયે બીટ /ઓ.પી. સ્ટાફે જહેમત ઉઠાવી ૭ જેટલા આશરે રૂ.૧,૨૭,૯૯૭/- ની કિંમતના મોબાઇલો શોધી કાઢી મૂળ માલિકને પરત અપાવી સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે એ સૂત્ર સાર્થક કરેલ છે. તેમ યાદીમાં જણાવાયું છે.