વળતર આપ્યા વિના બળજબરીપૂર્વક કામ શરૂ કરાતું હોવાનો ખેડૂતોનો આક્ષેપમોરબી : મંત્રી કાંતિલાલ અમૃતિયાના ગામ જેતપરમાં વીજલાઈન નાખવાના મુદ્દે ખેડૂતો અને તંત્ર વચ્ચેનો વિવાદ વધુ ઘેરો બન્યો છે. ગામમાં આજે વીજલાઈનનો વિરોધ કરી રહેલા અનેક ખેડૂતોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. જેને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, જેતપર ગામના ખેડૂતો છેલ્લા ઘણા સમયથી વીજલાઈનના વળતર મુદ્દે વિરોધ કરી રહ્યા હતા. ખેડૂતોનો આક્ષેપ છે કે કંપની દ્વારા યોગ્ય વળતર ચૂકવવામાં આવ્યું નથી અને ટેલિગ્રાફ એક્ટ નિયમો મુજબ સંપૂર્ણ વળતર આપવાની સત્તા હોવા છતાં, કોઈ પણ પ્રકારનું વળતર આપ્યા વિના બળજબરીથી ખેતરોમાં કામ શરૂ કરવામાં આવી રહ્યું છે.આજે જ્યારે 10 થી વધુ ખેડૂતો આ કામગીરીનો વિરોધ કરવા એકઠા થયા ત્યારે પોલીસે કાર્યવાહી કરતા અનેક ખેડૂત ભાઈઓ અને બહેનોને ડિટેઇન કર્યા હતા. ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે કે પોલીસ તેમને ડિટેઇન કરીને પાછળથી ખેતરમાં કામ ચાલુ કરાવી રહી છે. આ ઘટનાને ખેડૂતોએ પ્રશાસન અને અદાણીની તાનાશાહી ગણાવી છે. આ બનાવને પગલે સમગ્ર પંથકમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે અને ખેડૂતોના વળતરના પ્રશ્નનો ઝડપથી નિકાલ આવે તેવી માંગ ઉઠી રહી છે.#Morbi #MorbiUpdate #Jetpar #FarmersProtest #PowerLineIssue #GujaratNews #Kantilal #AdaniPowerLine