મોરબી : માળીયા મિયાણા પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૨૩-૨૦૨૪ દરમિયાન વિવિધ ગુન્હામાં પકડાયેલ અલગ અલગ ઇગ્લીશ દારૂની નાની-મોટી બોટલો તથા બીયર ટીન મળી કુલ બોટલો નંગ- ૩૪૫૪૯ કી. રૂ. ૮૨,૦૩,૨૪૫/-ના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો હતો.માળીયા ઝખરીયા વાંઢ વિસ્તારમા સબ ડિવી. મેજી. હળવદ- માળીયા વિભાગના ધાર્મિક ડોબરીયા, પી.એ.ઝાલા - નાયબ પોલીસ અધિક્ષક, એન.આર.મકવાણા - ઇ.ચા સર્કલ પો.ઇન્સ મોરબી સર્કલ, એસ.આર.મોરી- સુપ્રીટેન્ડેન્ટ નશાબંધી અને આબકારી શાખા રાજકોટની હાજરીમાં આ દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.