જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીના આદેશને પગલે દેશી દારૂના 31 કેસ : વિદેશી દારૂના ધંધાર્થીઓ પણ ઝપટે મોરબી : મોરબી જિલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠી ચાર્જ સાંભળતાની સાથે જ જિલ્લામાં દેશી વિદેશી દારૂના ધંધાર્થીઓ ઉપર તૂટી પડવા આદેશ કરતા મોરબી શહેર અને જિલ્લાના દેશી દારૂના 31 અને વિદેશીના બે મળી કુલ 33 કેસ કરવામાં આવ્યા છે. ઔદ્યોગિક નગરી મોરબી શહેર અને જિલ્લાના દેશી અને વિદેશી દારૂની બદી ફૂલી ફાલી છે ત્યારે નવનિયુક્ત જિલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠી દ્વારા ગઈકાલે પ્રોહીબિશન ડ્રાઇવ યોજવામાં આવી હતી જેમાં મોરબી શહેર, મોરબી ગ્રામ્ય, હળવદ, વાંકાનેર, માળીયા અને ટંકારા તાલુકામાં પોલીસે દારૂના ધંધાર્થીઓ ઉપર ધોસ બોલાવી પ્રોહી એકટ મુજબ કુલ 33 જેટલા કેસ કર્યા હતા.