એ અને બી ડિવિઝન વિસ્તારના વિવિધ માર્ગો પર 20 અધિકારીઓ અને 100 કર્મચારીઓ દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવીમોરબી : આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ શાંતિપૂર્ણ માહોલમાં અને કોઈપણ પ્રકારના ડર વિના સંપન્ન થાય તે હેતુથી મોરબી પોલીસ દ્વારા શહેરમાં સઘન ચેકિંગ અને પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે મોરબી શહેરના એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ જવાનો દ્વારા ફ્લેગ માર્ચ અને ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.મોરબીના ડીવાયએસપી જે.એમ.આલ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, પોલીસના કાફલા દ્વારા શહેરના મુખ્ય માર્ગો તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. આ ફૂટ પેટ્રોલિંગમાં પોલીસના વાહનો સાથે ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. લોકોમાં સુરક્ષાની ભાવના જળવાઈ રહે અને આગામી ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે પોલીસે આ ફ્લેગ માર્ચનું આયોજન કર્યું હતું.કુલ 20 જેટલા અધિકારીઓ અને 100 જેટલા પોલીસ કર્મચારીઓ આ ફ્લેગ માર્ચમાં જોડાયા હતા. એ ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં આવતા જેલ ચોક, કાલિકા વિસ્તાર, રવાપર રોડ, ઉમિયા સર્કલ, નવું બસ સ્ટેન્ડ, જૂનું બસ સ્ટેન્ડ, પંચાસર રોડ અને વાવડી રોડ પર પેટ્રોલિંગ કરાયું હતું. બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં આવતા વીસીપરા અને મહેન્દ્રનગર સહિતના વિસ્તારો અને સેન્સેટિવ એરિયામાં પોલીસે ફ્લેગ માર્ચ કરી હતી. પોલીસ તંત્ર દ્વારા આ ફૂટ પેટ્રોલિંગ થકી નાગરિકોને સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે આગામી ચૂંટણી સંપૂર્ણપણે શાંતિપૂર્ણ રીતે યોજાશે. લોકો કોઈપણ જાતના ભય વિના રહી શકે તે માટે પોલીસ તંત્ર દ્વારા પૂરતો બંદોબસ્ત અને તકેદારી રાખવામાં આવી રહી છે.#Morbi #MorbiUpdate #MorbiNews #MorbiPolice #FlagMarch #FootPatrolling #GujaratPolice #LocalBodyElection