મોરબી : મોરબી તાલુકાના નીચી માંડલ ગામમાં બાઈક ચોરી થઈ હોવાની પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનથી પ્રાપ્ત વિગત અનુસાર ગત તા. 31 જુલાઈના રોજ સાંજના પાંચેક વાગ્યાના અરસામાં નીચી માંડલ ગામની સીમમાં મોરબી-હળવદ હાઇવે રોડ ઉપર તળાવના કાંઠે નોકેન સિરામીક સામે હિરો હોન્ડા કંપનીનુ કાળા કલરનું સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ રજી.નં. GJ 03 DB 9482 કોઇ ઇસમ ચોરી કરી લઇ ગયું હતું. પોલીસ મથકે ગઇકાલે ફરિયાદ નોંધાતા આરોપી હાથવેંતમાં હોવાની શક્યતા છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..