વાંકાનેર : પંચાસીયા ગામ પાસે પેપેરમિલમાં રહેતી સગીરાનું અપહરણ થયું છે. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે. મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ભાભરા તાલુકાના મયાવાટ નંદીધડ ફલીયાના વતની તથા હાલ વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામમાં પવનસુત પેપરમીલમાં રહી કામ કરતા દીલીપભાઇ માનસીંહભાઇ વસુનીયાએ ગઈકાલે અજાણ્યા શખ્સ સામે ફરિયાદ લખાવી છે કે ગત તા. 19 ઓક્ટોબરના રોજ તેની સગીર વયની બહેન (ઉ.વ. 16)ને કોઇ અજાણ્યો માણસ લલચાવી ફોસલાવીને અગમ્ય કારણસર અપહરણ કરી ગયેલ છે. હાલમાં પોલીસ આરોપી અને સગીરાની શોધખોળ કરી રહી છે.