મોરબી : ગત તા. 16 ઓગસ્ટના રોજ સવારના સાડા સાતેક વાગ્યા આસપાસ મોરબીના લીલાપર રોડ પર ઠાકર લોજ સામે હીરાબેન શુકલ રોડ ક્રોસ કરતા હતા. ત્યારે સી.એન.જી. રીક્ષા નંબર GJ-36-U-0673 ના ચાલકે તેમને આગળની બાજુએથી આવી હડફેટે લઇ અકસ્માત સર્જ્યો હતો. આથી, હીરાબેનને માથાના ભાગે ઇજા પહોંચતા હેમરેજ થઇ ગયું હતું. આ બનાવ અંગે હીરાબેનના પુત્ર પ્રવિણભાઇ ભુદરભાઇ શુકલ (ઉ.વ. 23, રહે. રોહીદાસપરા)એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રિક્ષાચાલક સામે ફરિયાદ નોંધાવી છે. હાલમાં પોલીસ દ્વારા આરોપીની શોધખોળ કરવામાં આવી રહી છે.