સઘન વાહન ચેકીંગ પણ કરાયું, નિયમોના ભંગ બદલ કાર્યવાહી કરાઈમોરબી : મોરબીના વિશિપરા સહિતના વિસ્તારોમાં આજે એસપીની આગેવાનીમાં પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું હતું. આ વેળાએ વાહન ચેકીંગ કરી નિયમોનો ભંગ કરતા વાહનચાલકો સામે કાર્યવાહી પણ કરવામાં આવી હતી. રાજ્યના પોલીસ વડા દ્વારા તમામ જિલ્લાઓમાં અસામાજિક તત્વો સામે આકરી કાર્યવાહીના આદેશો છૂટતા મોરબી જિલ્લા પોલીસ વધુ સક્રિય રીતે કામગીરી કરી રહી છે. તેવામાં આજે જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીની આગેવાનીમાં આજે પોલીસ ટિમો દ્વારા વિશિપરા સહિતના વિસ્તારોમાં સાંજના સમયે કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ વેળાએ ડીવાયએસપી, વિવિધ પોલીસ મથકના પીઆઇ અને પીએસઆઇ સહિત 100થી વધુ સ્ટાફ જોડાયો હતો.