મોરબી સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા દર અઠવાડિયે નેપાળી ચોકીદારોની કરાતી ચકાસણીમોરબી : મોરબીમાં અગાઉ ચોરીના બનાવોને ધ્યાને લઈને સતર્ક બનેલી મોરબી એ ડિવિઝન પોલીસ ટીમ દ્વારા શહેરના જુદા - જુદા એપાર્ટમેન્ટ કે શોરૂમમાં ચોકીદારી તરીકે કામ કરતા નેપાળી લોકોની તમામ વિગતો દર અઠવાડિએ ચકાસણી કરવામાં આવે છે. તાજેતરમાં મોરબી એ ડિવિઝન પોલીસ ટીમેં 15 જેટલા નેપાળી ચોકીદારોનું ચેકિંગ કરી તેમની રજે રજની વિગતો મેળવી હતી.મોરબીમાં થોડા સમય અગાઉ બે મસમોટી ઘરફોડ ચોરીના બનાવો સામે આવ્યા હતા. જેમાં એપાર્ટમેન્ટ અને ફ્લેટમાં વિશ્વાસુ ચોકીદાર તરીકે કામ કરતા એક મહિલા સહિત ત્રણ નેપાળીઓએ માલિકોના દિલ જીતી એ લોકો બહાર ગયા બાદ તેમની સાથે દગો કરીને તેમના ઘરોમાંથી મોટો દલ્લો લઈને રફુચક્કર થઈ ગયા હતા. જો કે પાછળથી પોલીસે આ ત્રણેય નેપાળીઓને પકડી પાડ્યા હતા. પણ હવે પછી આવા બનાવો ન બને તે માટે એ ડિવિઝન પોલીસ ટીમ હરકતમાં આવી છે અને દર અઠવાડીયે જુદા-જુદા એપાર્ટમેન્ટ કે શોપિંગ સેન્ટરોમાં ચોકીદાર તરીકે કામ કરતા નેપાળીઓની ઉલટ તપાસ કરવામાં આવે છે. જેમાં મોરબી એ ડિવિઝન પીઆઇ હકુમતસિંહ જાડેજા સહિતની પોલીસ ટીમે 15 જેટલા નેપાળી ચોકીદારોનું ચેકિંગ કરી તેઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું કે કેમ ? તેમજ મૂળ ક્યાંના વતની તે સહિતની વિગતો મેળવીને નોંધ કરી હતી.