શોભેશ્વર રોડ ઉપર સિરામીક ધંધાર્થીને ત્યાંથી શરાબની રૂપિયા 1400ની બોટલ અને બિયરના ત્રણ ટીન જપ્ત મોરબી : મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં ત્રાજપર ગામ ચોકડીથી શોભેશ્વર રોડ તરફ જતા સર્વિસ રોડ ઉપર આવેલ સિરામીક ટ્રેડિંગની દુકાનમાં દારૂ બિયરની પાર્ટી થાય તે પૂર્વે જ બો ડિવિઝન પોલીસ પહોંચી ગઈ હતી અને પોલીસ ચોપડે 1400 રૂપિયા કિંમત ગણાતી શરાબની મોંઘી બોટલ અને બિયરના ત્રણ ટીમ કબ્જે કરી પોલીસે સિરામીકના ધંધાર્થી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી. જાણવા મળતી વિગતો મુજબ મોરબી સિટી બી ડિવિઝન પોલીસે બાતમીને આધારે સામાકાંઠા વિસ્તારમાં ત્રાજપર ગામ ચોકડીથી શોભેશ્વર રોડ તરફ જતા સર્વિસ રોડ ઉપર આવેલ શ્રીનાથ કોમ્પ્લેક્ષની દુકાનમાં દરોડો પાડી મનોજભાઇ પટેલના કબ્જામાંથી રૂપિયા 1400ની કિંમતની મોંઘી શરાબની બોટલ અને બીયર ટીન નંગ-3 કિ.રૂ.300 મળી કુલ રૂ.1700નો મુદામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..