લૂંટારુંઓ સાથે સંપર્કમાં હોવાના અંકોડા મળ્યા બાદ પોલીસે કરી અટકાયતટંકારા : અઠવાડિયા પૂર્વે રાજકોટ મોરબી હાઇવે ઉપર હોટલ ખજૂરાના પાર્કિંગમાંથી આંગડિયા પેઢીના સંચાલકની કારમાંથી રૂ.90 લાખની લૂંટ - ધાડ મામલે પોલીસે ટંકારા તાલુકાના લગધીરગઢ ગામના યુવાનની સંડોવણી ખુલતા અટકાયતમાં લઈ લૂંટ - ધાડના આ બનાવના મૂળ સુધી પહોંચવાની તપાસમાં મહત્વપૂર્ણ કડી મેળવી હોવાનું સામે આવ્યું છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ અઠવાડિયા પૂર્વે રાજકોટ - મોરબી હાઇવે ઉપર આંગડિયા સંચાલકની કારનો પીછો કરી ટક્કર મારી ટંકારા નજીક હોટલ ખુજરાના પાર્કિંગમાંથી રૂ.90 લાખની રોકડની લૂંટ- ધાડ મામલે પોલીસને મહત્વની સફળતા મળી છે.પોલીસે આ લૂંટના બનાવના સ્થાનિકની સંડોવણી અંગે તપાસ કરતી હોય જેમાં લગધીરગઢ ગામના દિગ્વિજય અમરશીભાઈ ઢેઢી ઉ.32 નામના યુવાનની સંડોવણી સામે આવતા હાલના આ યુવાનને અટકાયતમાં લેવામાં આવ્યો છે.ઉલ્લેખનીય છે કે, આ યુવાન તાજા ભૂતકાળમાં આર્થિક ભીંસમાં લાપતા બન્યો હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે.બીજીતરફ આ લૂંટ - ધાડમાં દક્ષિણ ગુજરાત સુધી તપાસ લંબાઈ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. આ સંજોગોના લૂંટની ઘટના સમયે રાજકોટ હાઇવે ઉપર જેની હાજરી હતી તેવા લગધીરગઢ ગામના દિગ્વિજય ઢેઢીની પૂછપરછમાં પોલીસને અનેક રહસ્યોનો જવાબ મળે તેમ હોવાનું પણ સૂત્રો ઉમેરી રહ્યા છે.