ગણતરીના કલાકોમાં ગુન્હાનો ભેદ ઉકેલી નાંખી ગોંડલની બે મહિલાઓને તમામ મુદ્દામાલ સાથે ઝડપી લેવાઈવાંકાનેર : વાંકાનેર શહેરની મેઈન બજારમાં આવેલ ખુશાલ જવેલર્સ નામની દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલ બે મહિલાઓએ દાગીના જોવાના બહાને રૂપિયા 1.85 લાખની કિંમતની 65 સોનાની બાલી એટલે કે, નથડી ચોરી કરી જતા વાંકાનેર સીટી પોલીસે ગણતરીની કલાકોમાં આ ચોરીની ઘટનાનો ભેદ ઉકેલી નાખી ગોંડલની બે મહિલાઓને ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ સાથે ઝડપી લઈ ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો હતો.પ્રાપ્ત વિગતો મુજબ થાનના સરોડી ગામે રહેતા અને વાંકાનેર મેઈન બજારમાં ખુશાલ જવેલર્સ નામની દુકાન ધરાવતા ફરિયાદી અરવિંદભાઇ જીવણભાઇ કુમખાણીયા દુકાનમા બે મહીલા ગ્રાહક તરીકે આવી હતી અને દુકાનદાર અરવિંદભાઈને વાતોમા રાખી ધ્યાન ભટકાવી સોનાની બાલી (નથડી) નંગ-65કિંમત રૂપિયા 1,85,000ની ચોરી કરી જતા વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી. આ ઘટનામાં વાંકાનેર તાલુકા પોલીસે બાતમીદારોને કામ લગાવવાની સાથે ટેક્નિકલ એનાલિસિસ કરી ચોરીને અંજામ આપનાર આરોપી મનીષાબેન ધીરૂભાઇ સોલંકી રહે.મંગલમ પાર્ક-1ખોડીયારનગર ગોંડલ,જી-રાજકોટ અને મીનાબેન ઉર્ફે તનુ રાહુલભાઇ રાઠોડ રહે.ઉંબાળા ચોકડી, ગોંડલ જી-રાજકોટ વાળાની ઝડપી લઈ સોનાની 65 બાલી કિંમય રૂપિયા 1,85,000 કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.પોલીસના હાથે પકડાયેલ બન્ને મહિલાઓ વેપારીની નજર ચૂકવી ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી ધરાવતી હોવાનું સામે આવ્યું છે.