રાતાવીરડા માં બાલાજી મેડીસીનના નામે દવાખાનું ચલાવતો મુન્નાભાઈ વાંકાનેર તાલુકા પોલીસની ઝપટે ચડ્યો વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામે બાલાજી મેડીસન નામનું દવાખાનું ચલાવતા ડીગ્રી વગરના ઉટવૈદ્ય કનૈયાકુમારને વાંકાનેર તાલુકા પોલીસે ઝડપી પાડ્યો છે. તેની સામે પોલીસે ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. વાંકાનેર તાલુકા પોલીસે રાતાવીરડા ગામે બાલાજી મેડીસીન નામના દવાખાનામાં દરોડો પાડી કોઇપણ જાતની ડીગ્રી વગર બીમાર દર્દીઓની સારવાર કરતા તેમજ એલોપેથીક દવાઓ આપતા આરોપી કનૈયાકુમાર મોતીશાહ ગુપ્તા (ઉ.વ.26, ધંધો-મેડીકલ પ્રેકટીસ, રહે. મુળ ગામ નરકટીયા, ગંજ વિસ્તાર, માધવપુર બેરીયા ગામ, તા.ગોનાહા, જી.પશ્ચિમ ચંપારણ, રાજય બિહાર, હાલ રહે.રાતાવિરડા, તા.વાંકાનેર, જી.મોરબી) ને રૂ.31,624 ના મુદામાલ સાથે પકડી પાડી મજકુર ઇસમ વીરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે. આ કામગીરીમાં વાંકાનેર તાલુકા પોલીસ સબ ઇન્સ. આર.પી.જાડેજા તથા પો.હેડકોન્સ. મયુરધ્વજસિંહ જાડેજા તથા પો.હેડ.કોન્સ. જુવાનસિંહ ઝાલા તથા પો.કોન્સ. હરીચંદ્રસીંહ ઝાલા તથા પો.કોન્સ મુકેશભાઇ જીલરીયા તથા પો.કોન્સ. જગદીશભાઇ ગાબુ તથા પો.કોન્સ અજયસીંહ ઝાલા તથા સંજયસિંહ જાડેજા સહિતનાઓ રોકાયેલ હતા.