સીટી પોલીસે ગણતરીની કલાકોમા આરોપીઓને પકડી પાડી છરી, બાઈક કબ્જે કર્યાવાંકાનેર : વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાં ગઈકાલે મિત્રના ઝઘડામાં છોડાવવા વચ્ચે પડેલા યુવકને એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર સહિતના પાંચ શખ્સોએ છરીના ઘા ઝીકી હત્યા કરી યુવકના બે મિત્રોને પણ ઇજા પહોંચાડી હતી. આ ઘટનામાં વાંકાનેર સીટી પોલીસે ગણતરીની કલાકોમાં પાંચેય આરોપીઓની ધરપકડ કરી હત્યામાં ઉપયોગમાં લીધેલ છરી તેમજ બાઈક સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાં મીટ્ટીકુલ કારખાનાની સામે રહેતા ધ્રુવ પ્રફુલભાઈ કેરવાડિયા ઉ.20 નામના યુવકના પાડોશમા રહેતા વિપુલ દિનેશભાઇ સાથલીયાને આરોપીઓ સાથે ઝઘડો થયો હોય ધ્રુવ પ્રફુલભાઇ કેરવાડીયા સમજાવવા જતા આરોપી (૧)સાહીલ દિનેશભાઇ વિંજવાડીયા, રહે-નવાપરા વાસુકીદાદાના મંદિર સામે વાંકાનેર (૨) રૂત્વિક જગદિશભાઇ સારલા, રહે-નવાપરા કન્યા શાળા વાળી શેરીમા વાંકાનેર (૩)અનીલ રમેશભાઇ મકવાણા, રહે-નવાપરા ખડીપરા દિપાભાઇની દુકાન પાસે વાંકાનેર (૪)સંજય ઉર્ફે કાનો દિનેશભાઇ દેગામા, રહે-ધમલપર, તા-વાંકાનેર અને (૫) કાયદાના સંઘર્ષમાં આવેલ કીશોરે ધ્રુવને છરીના ઘા ઝીકી દેતા મૃત્યુ નીપજ્યું હતું.હત્યાના આ બનાવ અંગે મૃતક ધ્રુવના પિતા પ્રફુલભાઇ કેશુભાઇ કેરવાડીયાએ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યા સહિતની કલમો મુજબ ગુન્હો નોંધી પાંચેય આરોપીઓની ધરપકડ કરી ગુન્હામા ઉપયોગમા લીધેલ બે છરી તેમજ ગુન્હામા ઉપયોગમા લીધેલ ત્રણ વાહનો કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.આ કેસમાં આરોપીઓને ત્વરિત ઝડપી લેવાની કાર્યવાહી વાંકાનેર સીટી પીઆઇ એચ.એ.જાડેજા, એ.એસ.આઇ જનકભાઈ મારવણીયા, હેડ.કોન્સટેબલ ધર્મેન્દ્રભાઇ વાધડીયા, રવીભાઇ લાવડીયા, વિરેન્દ્રસિંહ ઝાલા, વિશ્વરાજસિંહ ઝાલા, કોન્સ્ટેબલ રાણીંગભાઇ ખવડ, દર્શીતભાઇ વ્યાસ, વિપુલભાઇ પરમાર, હિતેન્દ્રસિંહ ઝાલા તથા જગદીશભાઇ રંગપરા સહિતના સ્ટાફે કરી હતી.