મહિલાએ મીઠી વાતો કરી ફોસલાવ્યાં, બાદમાં ટોળકીએ અપહરણ કરી માર મારી પૈસા પડાવી લીધા હતા : પ્રકરણમાં વધુ બે શખ્સોના નામ ખુલતા તેની શોધખોળ હાથ ધરાઈhttps://youtu.be/1n_-uzJ2DxIટંકારા : ટંકારા તાલુકાના હરિપર (ભૂતકોટડા) ગામના કારખાનેદારને ફોનમાં મીઠી મીઠી વાતો કરી હનીટ્રેપમાં ફસાવી અપહરણ કરવાની સાથે માર મારી રૂપિયા ખંડણી પડાવવાના કેસમાં પોલીસે પતિ- પત્ની સહિત 4 લોકોને પોલીસે પકડી પાડી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના હરિપર (ભૂત કોટડા) ગામે રહેતા અને મિતાણાના ગણેશપર રોડ ઉપર પોલીપેકનું કારખાનું ધરાવતા અજિતભાઈ મુળજીભાઈ ભાગીયા ઉ.37 નામના યુવાને ટંકારા પોલીસ મથકમાં ચોંકાવનારી ફરિયાદ નોંધાવી હતી કે સાતેક દિવસ પૂર્વે તેમના મોબાઈલ ફોનમાં દિવ્યા ઉર્ફે પૂજા રમેશભાઈ જાદવ નામની મહિલા અને તેના પતી સહિતના લોકોએ હની ટ્રેપમાં ફસાવી તેમનું અપહરણ કરી બળાત્કારના કેસમાં ફિટ કરાવી દેવાની ધમકી આપી માર મારી રૂ.5 લાખ પડાવી લીધા હતા. આ મામલે ટંકારા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બાદમાં ટંકારા પોલીસને બાતમી મળેલ કે આ ગુનામાં ઉપયોગ થયેલ સ્વીફટ કાર નં.GJ-36-AJ-9172 માં આરોપીઓ ટંકારા ઓવર બ્રિજના છેડે નવા બનતા શ્રીરામ પ્લાઝા કોમ્પલેક્ષ પાસેથી નીકળવાના છે. જે બાતમીને આધારે ટંકારા પોલીસે વોચ ગોઠવીને સંજયભાઇ ભીખાભાઇ ડારા ઉ.વ. ૨૪ રહે. ખેવારીયા, હાર્દીકભાઇ કીશોરભાઈ મકવાણા ઉ.વ. ૨૭ રહે. નાની વાવડી, દેવુબેન ઉર્ફે પુજા ઉર્ફે દિવ્યા રમેશભાઇ જાદવ ઉ.વ. ૩૪ રહે. ટંકારા અને રમેશભાઇ કાળુભાઇ જાદવ ઉ.વ. ૪૫ રહે. ટંકારાને પકડી પાડ્યા છે. આ સાથે પોલીસે રૂ.5 લાખની રકમ પણ રિકવર કરી છે. વધુમાં પ્રાથમિક પૂછપરછના અન્ય બે શખ્સો રૂત્વીક દિનેશભાઇ રાઠોડ રહે. ખેવારીયા તથા રણછોડભાઇ ભીખાભાઈ કરોતરા રહે. સજનપરનું નામ ખુલતા તેની પણ શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ કામગીરીમાં PI કે.એમ.છાસીયા, PSI વાય.એસ.પરમાર, ASI જીતેન્દ્રભાઈ પટેલ, ભાવેશભાઇ વરમોરા, હેડ કોન્સ. જસપાલસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડા, કોન્સ. કૌશીકકુમાર પેઢડીયા, રવિરાજસિંહ જાડેજા, પંકજભા ગુઢડા, તેજાભાઇ ગરચર, કૃષ્ણરાજસિંહ ઝાલા, નીજુબેન સેજલીયા રોકાયેલ હતા.