મોરબી : તાજેતરમાં સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ COVID-19ને હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્રારા વૈશ્વીક મહામારી જાહેર કરેલ છે. જેની અમલવારી માટે પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ સતત કાર્યરત છે. જેના આરોગ્યની તપાસ માટે ગઈકાલે તા. 6ના રોજ રાજકોટના ડોક્ટરોની ટીમ આવી હતી અને મોરબી પોલીસના જવાનો ઉપરાંત પત્રકારોના ચેકઅપ કરવામાં આવ્યા હતા. મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાની સુચના તથા માર્ગદર્શન હેઠળ પોલીસ જવાનોના હેલ્થ ચેકઅપ માટે રાજકોટ સિનર્જી હોસ્પિટલની ડોક્ટરોની ટીમ આવી હતી. જેમાં મોરબીના તમામ ટ્રાફિક પોઈન્ટ પર ફરજ બજાવતા તેમજ પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ જવાનો અને અધિકારીઓના ચેકઅપ કરવામાં આવ્યા હતા. જેમાં થર્મલ સ્કેનર દ્વારા પોલીસ જવાનોના ટેમ્પરેચર ચેક કરવામાં આવ્યા હતા. તે ઉપરાંત, મોરબીના મિડીયાકર્મીઓના ચેકઅપ પણ કરવામાં આવ્યા હતા. પોલીસની જેમ મીડિયાકર્મીઓ પણ સતત દોડધામ કરતા હોય જેના આરોગ્યની ચિંતા કરતા પોલીસ અધિકારીઓએ પત્રકારોના ચેકઅપની પણ વ્યવસ્થા કરી હતી. મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/