આમ આદમી પાર્ટીના નેતા પંકજ રાણસરિયાએ ઇજાગ્રસ્ત ખેડૂતોની મુલાકાત લઈ સરકાર અને પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવ્યામોરબી : જેતપર ગામમાં ખેડૂતોના ખેતરમાં વીજ લાઈન નાખવાની કામગીરીનો વિરોધ કરી રહેલા ખેડૂતો પર પોલીસ દ્વારા દમન ગુજારવામાં આવ્યો હોવાના આક્ષેપ ઉઠ્યા છે. પોલીસે બળપ્રયોગ કરી ખેડૂતને માર માર્યા હોવાના આરોપ થઈ રહ્યા છે. જેમાં ખેડૂત અને એક મહિલાને ઇજા પહોંચતા હાલ જેતપરના આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે.આ ઘટનાની જાણ થતાં આમ આદમી પાર્ટીના નેતા પંકજ રાણસરિયાએ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. પંકજ રાણસરિયાએ જણાવ્યું હતું કે, ખાનગી વીજ કંપની ખેડૂતોની કાળજા સમાન જમીન પર થાંભલા નાખી રહી છે. જ્યારે ખેડૂતો પોતાની બાપ-દાદાની જમીન પર બજાર કિંમત મુજબ યોગ્ય વળતરની માંગ કરી રહ્યા છે, ત્યારે સરકારના ઈશારે પોલીસ તંત્ર દ્વારા તાનાશાહી ભર્યું વલણ અપનાવવામાં આવી રહ્યું છે.તેઓએ વધુમાં આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, પોલીસ એક બાળકને પકડી રહી હતી ત્યારે તેને છોડાવવા પડેલા અન્ય ખેડૂતો પર પોલીસે લાકડીઓ વરસાવી હતી. જેમાં એક ખેડૂતને પડખાના ભાગે લાકડી વાગતા તેમને શારીરિક ઇજાઓ પહોંચતા દાખલ કરવા પડ્યા છે. આ ઉપરાંત, હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા એક વૃદ્ધ મહિલાએ પણ જણાવ્યું છે કે પોલીસે તેમને ધક્કો મારતા તેઓ નીચે પડી ગયા હતા અને ચક્કર આવી ગયા હતા.પંકજ રાણસરિયાએ માંગ કરી છે કે ખેડૂતોની વળતરની માંગણી એકદમ વ્યાજબી છે અને સરકારે કે ખાનગી કંપનીએ તેમને યોગ્ય વળતર ચૂકવવું જોઈએ. ખેડૂતો પર આ પ્રકારે પોલીસ દમન ગુજારીને અવાજ દબાવવાનો પ્રયાસ અયોગ્ય છે.#Jetpar #Morbi #FarmersProtest #PoliceLathicharge #PankajRansariya #AAPGujarat #MorbiUpdate #GujaratNews #MorbiNews #JetparVillage