સોની યુવાનની હત્યા બાદ પોલીસે કોમ્બિંગ અને કડક ચેકીંગ કર્યું છતાં કોઈ અસર નહીં : બાઇક સ્ટંટનો સિલસિલો યથાવત, કોઈનો જીવ જશે તો જવાબદારી કોની ?મોરબી: શહેરમાં તાજેતરમાં જ બે સગીરો દ્વારા એક નિર્દોષ સોની યુવાનની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. આ ચકચારી ઘટના બાદ મોરબી પોલીસ હરકતમાં આવી હતી અને શહેરમાં કોમ્બિંગ તેમજ કડક વાહન ચેકિંગ સહિતની કામગીરી હાથ ધરી હતી. પરંતુ પોલીસની આ કામગીરીની કોઈ અસર ન હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.રાજકોટ-મોરબી હાઇવે પર આવેલા શનાળા અને વિરપર ગામ વચ્ચે કેટલાક આવારા તત્વો જીવના જોખમે બાઈક પર ખતરનાક સ્ટંટ કરતા જોવા મળ્યા છે. જાહેર માર્ગ પર અન્ય વાહનચાલકો અને રાહદારીઓના જીવ તાળવે ચોંટી જાય તે રીતે આ તત્વો બેફામ બાઈક હંકારી રહ્યા છે.એક તરફ હત્યા જેવી ગંભીર ઘટના બાદ પોલીસ કડક કાર્યવાહીના દાવાઓ કરી રહી છે. ત્યારે બીજી તરફ હાઇવે પર આ રીતે આવા આવારા તત્વો પોલીસની ધાક અને કામગીરી સામે સીધો સવાલ ઉભો કરી રહ્યા છે. લોકોમાં એવી ચર્ચા જાગી છે કે શું પોલીસની કાર્યવાહી માત્ર સામાન્ય નાગરિકો કે વાહનચાલકો પાસેથી દંડ વસૂલવા પૂરતી જ સીમિત છે? https://youtube.com/shorts/euNkQNKb6LA?si=funcTIy0F7EVIEtl#Morbi #MorbiUpdate #MorbiNews #MorbiPolice #BikeStunt #ViralVideo #HighwayStunt #CrimeNews #