મોરબી : હળવદ -માળીયા હાઇવે ઉપર આવેલ રાધે-ઈન હોટલમાં હળવદ પોલીસે ચેકિંગ હાથ ધરતા ત્યાં મુસાફરોની નોંધ પથીક સોફટવેરમાં ન કરવામાં આવી હોય તેમજ મુસાફરોના ઓળખના પુરાવા નહી મેળવ્યા હોવાનું સામે આવ્યું હતું. જેથી હોટેલ સંચાલક નરેશકુમાર લાલુજી પટેલ ઉ.વ.૨૭ સામે જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગનો ગુનો દાખલ કરી હળવદ પોલીસે આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.