7 પ્રોહીબિશનના કેસ કરાયા, 1 ગેરકાયદેસર હથિયારનો કેસ કર્યો : ટ્રાફિક નિયમભંગ સબબ વાહનચાલકોને રૂ.58,700નો દંડ ફટકાર્યોમોરબી : મોરબીમાં આજે પોલીસ દ્વારા દિવાળીના પર્વ અનુસંધાને કોમ્બિંગ અને ફૂટ પેટ્રોલીંગ હાથ ધર્યું હતું. જેમાં વિવિધ વિસ્તારોમાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ 79 વાહનચાલકો સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ કોમ્બિંગ અને ફૂટ પેટ્રોલિંગમાં એ ડિવિઝન, બી ડિવિઝન, તાલુકા પોલીસ, એલસીબી, એસઓજી અને હેડ ક્વાર્ટરના 6 પીઆઇ, 9 પીએસઆઈ, 75 મહિલા પોલીસ તેમજ અન્ય જવાનોની ટિમ જોડાઈ હતી. ભક્તિનગર સર્કલ, રાજપર ચોકડી, દલવાડી સર્કલ, પંચાસર ચોકડી, વાવડી ચોકડી, વીસી ફાટક, મહારાણા પ્રતાપ સર્કલ, મહેન્દ્રનગર ચોકડી, ત્રાજપર ચોકડી સહિતના વિસ્તારોમાં ફૂટ પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 19 કાળા કાચ વાળા વાહનો, 10 ફેન્સી નંબર પ્લેટવાળા વાહનો, HSRP નંબર પ્લેટ ન હોય કે તૂટેલી નંબર પ્લેટ હોય તેવા 35 વાહનો, દારૂ પીને ચલાવતા હોય તેવા 3 વાહનો સામે કાર્યવાહી કરાઈ હતી. 12 વાહન ડિટેઇન કરાયા હતા. ટ્રાફિક નિયમોના ભંગ બદલ કુલ રૂ. 58700નો દંડ વસુલવામાં આવ્યો હતો. આ સાથે 7 પ્રોહીબિશનના કેસ તથા 1 ગેરકાયદેસર હથિયારનો કેસ કરાયો હતો.