મોરબી : મોરબી જિલ્લામાં પોલીસ દ્વારા વિવિધ સ્થળોએ જુગાર રમતા લોકોને પકડી પાડવા રેઇડ પાડવામાં આવી હતી. આ દરમિયાન મોરબી, માળીયા (મી.) અને વાંકાનેરમાં જુગાર રમતા કુલ 37 શખ્સોની અટકાયત કરવામાં આવી છે. તેમજ તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. મોરબી સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા રેઇડ દરમિયાન 3 સ્થળોએથી જુગાર રમતા લોકોને પકડી પાડવામાં આવ્યા છે. રેઇડ દરમિયાન કાવેરી સિરામિક પાછળ શક્તિનગર સોસાયટીમાં 3 લોકોની રોકડ રકમ રૂ. 1000 સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. અને ત્રાજપર-ખારીમાં રામજી મંદીર પાસે જાહેરમાં જુગાર રમતા 7 શખ્સોને કુલ રોકડ રૂ. 10,750 સાથે પકડી પાડવામાં આવ્યા છે. તેમજ ત્રાજપર-ખારીમાં સરકારી સ્કુલ પાસે જુગાર રમતા 5 લોકોને રોકડ રૂ. 3,000 સાથે ઝબ્બે કરવામાં આવ્યા છે. વાંકાનેર સીટી પોલીસ દ્વારા મીલ પ્લોટમાં આવેલ નવજીવન સોસાયટીમાં જુગાર રમતા 10 શખ્સોને કુલ રોકડ રકમ રૂ. 22,280 સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. તેમજ વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા તાલુકાના પલાસડી ગામે શંકર ભગવાન મંદીરના પાછળ આવેલ રહેણાક મકાન પાસે જાહેરમાં જુગાર રમી રહેલા 10 લોકોને પકડી પાડી રોકડ રૂ. 11,250 જપ્ત કરવામાં આવી હતી. ઉપરાંત, માળીયા મીંયાણા પોલીસ દ્વારા કોળીવાસમાં જાહેરમાં જુગાર રમતા 2 લોકોને રોકડ રૂ. 720 સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.