મોરબી : કોરોનાની મહામારી વચ્ચે લોકડાઉનની સ્થિતી છે ત્યારે આ દરમિયાન રોજેરોજનું કમાઈને ખાતા જરૂરીયાતમંદ લોકોને કોઈ પરેશાની ન પડે તે માટે ધ્રુવ ગ્રુપ & પલક ગ્રુપ દ્વારા સેવાયજ્ઞ ચલાવવામાં આવશે. જેમાં જરૂરીયાતમંદ પરિવારોના ઘરે જઈને રાશનની કીટ પહોચાડવામાં આવશે. આ રાશનકીટમાં લોટ, ડુંગળી, બટેટા, કઠોળ, તેલ, મસાલા સહિતની ચીજ વસ્તુઓ હશે. જેનાથી અંદાજે એક અઠવાડિયા સુધીનું જમવાનું બનાવી શકાશે. આ રાશનકીટનું વિતરણ આગામી તા. 27થી શરૂ કરવામાં આવનાર છે. આથી, જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે જો આજુબાજુ અથવા જાણમાં કોઈ પણ જરૂરીયાતમંદ પરિવાર હોય, જેને લોકડાઉનની પરિસ્થિતિમાં મુશ્કેલી પડશે તેવું તમને લાગતું હોય તો તુરંત સંપર્ક કરવો. કોઈ ગરીબ કે જરૂરિયામંદ પરિવાર જાતે પણ સંપર્ક કરી શકે છે. આ સેવાનો લાભ લેવા માટે નીચે જણાવેલ મોબાઇલ નંબરનો સમ્પર્ક કરવાનો રહેશે. ડેનિશ મારવણીયા : - 9659734567 કેતન મારવણીયા : - 9638870143 ચિરાગ મારવણીયા : -9979031131 ચિંતન મારવણીયા : -8000030321