વાંકાનેર : વાંકાનેર તાલુકાના રંગપર ગામે રહેતા પ્રવીણભાઇ ખીમાભાઇ ગોગીયા, ઉવ.25 નામના યુવાને અગમ્ય કારણોસર પોતાની વાડીએ ઝેરી દવા પી લેતા મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.