ટંકારા : ટંકારા તાલુકાના સાવડી ગામે ઝેરી જનાવર કરડતા યુવતીનું મોત નીપજ્યું હતું.આ બનાવની ટંકારા પોલીસ સ્ટેશન ખાતેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ટંકારાના સાવડી ગામે આવેલી વાડીએ રહીને ખેતમજૂરી કરતી રીનાબેન દેવીલાલ આદીવાસી ઉવ ૧૯ નામની યુવતી ગત તા.૨૭ના રોજ સવારના અગીયારેક વાગ્યાના સુમારે સાવડી ગામે વાડીએ હતી. તે દરમ્યાન કોઇ ઝેરી જનાવર કરડી જતા ઝેરી અસર થવાથી તેણીને રાજકોટ સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઇ હતી.જ્યાં તેણીનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.ટંકારા પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.