મોરબી : સાહિત્ય જગત, ચાલો સાહિત્યનાં પંથે, સાહિત્ય પ્રકાશ સાહિત્ય પરિવારના સંયુક્ત ઉપક્રમે તા.29ને રવિવારના રોજ નીલકંઠ સ્કૂલ, રવાપર રોડ ખાતે પ્રથમ સાહિત્યિક સ્નેહ સંમેલન પુસ્તક વિમોચન અને કવિ સંમેલન યોજાનાર છે.જેમાં પ્રાર્થના-દીપ પ્રાગટય, શાબ્દિક સ્વાગત અને પ્રાસંગિક પ્રવચન, મંચસ્થ મહાનુભાવોનું સ્વાગત અને પ્રવચન, ૩૩ પુસ્તકોનું વિમોચન, પુસ્તક પ્રકાશિત કરનાર સાહિત્યકારનું સન્માન, સાહિત્ય જગત આયોજિત સ્પર્ધાઓનાં વિજેતાઓનું સન્માન, સાહિત્ય ક્ષેત્રે કાર્યરત સંચાલકોનું સન્માન, પ્રીતિ ભોજન, કવિ સંમેલન અને ઉપસંહાર અને આભારદર્શન સહિતના કાર્યક્રમો યોજાશે.