મોરબી: મોરબીના રાજપર રોડ પર આવેલી સમર્પણ લેમિનેટસ ફેક્ટરી ખાતે જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા એક વિશેષ કાનૂની જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ફેક્ટરીમાં કામ કરતા શ્રમિકોને વર્તમાન સમયના ગંભીર ગુનાઓ અને તેનાથી બચવાના કાયદાકીય ઉપાયો વિશે માહિતગાર કરવાનો હતો.આ પ્રસંગે DLSA ના ફુલ ટાઈમ સેક્રેટરી ડી.એ. પારેખ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, કાર્યક્રમમાં લીગલ એઇડ ડિફેન્સ કાઉન્સેલના આસિસ્ટન્ટ રોહિતસિંહ જે. જાડેજા તથા બ્રિજરાજસિંહ એન. ઝાલા પણ હાજર રહ્યા હતા. તેમણે વધતા જતા સાયબર ક્રાઈમના બનાવો અંગે શ્રમિકોને માહિતગાર કરી સાવચેત કર્યા હતા.