મોરબી : અયોધ્યા ખાતે નિર્માણ પામી રહેલા રામમંદિરમાં સહભાગી થવા માટે અનેક લોકો દાન કરી રહ્યા છે. તેમજ બાળકો પણ પોતાની બચત રામમંદિરમાં અર્પણ કરવા ઉત્સાહ દેખાડી રહ્યા છે. ત્યારે મોરબી તાલુકાના જેતપર ગામમાં રહેતા હસુભાઈ હળવદીયાની 9 વર્ષની પુત્રી ગોપીએ ગલ્લામાં ભેગા કરેલા પોકેટ મનીના રૂ. 1284 નિધિ સમર્પણ અભિયાન અંતર્ગત રામમંદિર નિર્માણ માટે દાન આપ્યા છે. અને ગોપીએ દાન આપી રામભક્તિનો પરિચય આપ્યો છે.