મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાની ધો.5 ની 56માંથી 40 બાળાઓએ CET પરીક્ષાના મેરીટમાં સ્થાન પ્રાપ્ત કર્યુંમોરબી : મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં આ વર્ષે ધો.5માં લેવાતી CET પરીક્ષાનું ઝળહળતું પરિણામ મેળવી વિદ્યાર્થિનીઓએ શાળાને અનોખી સિદ્ધિ અપાવી છે. આ શાળાની તેજસ્વી બાળા પુષ્ટિ હિતેશભાઈ ભટ્ટે રાજય લેવલની પરીક્ષામાં 120માંથી 82 માર્ક પ્રાપ્ત કરી જિલ્લામાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કરી શાળાને ગૌરવશાળી સિદ્ધિ અપાવી છે. શાળાના ધોરણ 5ની 56 વિદ્યાર્થિનીઓ પૈકી 40 વિદ્યાર્થિનીઓએ મેરીટમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે.આ તમામ બાળાઓ તેમજ ધોરણ 1થી 5 દરમ્યાન ખુબજ મહેનત કરાવનાર શિક્ષકો નિકિતાબેન કૈલા, નિમિષાબેન ચાવડા,ગીતાબેન અંદિપરા, હીનાબેન ચાવડા, અલકાબેન કોરવાડિયા, અરવિંદભાઈ કૈલા, અશ્વિનભાઈ કલોલ,વગેરે બાલ વાટીકાથી ધો.5ના તમામ શિક્ષકો અને બાળકોને ઝળહળતી સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ પ્રિન્સિપાલ દિનેશભાઈ વડસોલાએ ધન્યવાદ પાઠવ્યા છે.