શાળાની વંદના પરમારે 109 અને હેંસી પરમારે 97 માર્ક સાથે મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યુંધો.8 ની 45 માંથી 20 બાળાઓએ 60 થી ઉપર માર્ક પ્રાપ્ત કર્યામોરબી : મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષા કોમન એન્ટ્રન્સ ટેસ્ટ, જ્ઞાનસેતુ, જ્ઞાન સાધના, શિષ્યવૃત્તિ પરીક્ષા, ચિત્ર પરીક્ષા, જવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષા તેમજ NMMS નેશનલ મિન્સ મેરિટ સ્કોલરશીપ એકઝામ વગેરે પરીક્ષામાં વિદ્યાર્થિનીઓ હોંશભેર ભાગ લે છે. જેમાં આ વર્ષે ધોરણ આઠમાં લેવાતી જ્ઞાન સાધના પરીક્ષાનું ઝળહળતું પરિણામ મેળવી વિદ્યાર્થિનીઓએ શાળાને અનોખી સિદ્ધિ અપાવી છે.આ શાળાની તેજસ્વી બાળા વંદના હંસરાજભાઈ પરમારે 109 માર્ક અને હેંસી દિલીપભાઈ પરમારે 97 માર્ક સાથે મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. રાજય લેવલની પરીક્ષામાં 45 માંથી 20 બાળાઓએ 60 કે તેથી ઉપર માર્ક પ્રાપ્ત કરી શાળાને ગૌરવશાળી સિદ્ધિ અપાવી છે. શાળાને સુંદર સિદ્ધિ અપાવવા બદલ તમામ બાળાઓ તેમજ ધોરણ 6 થી 8મા ખુબજ મહેનત કરાવનાર શિક્ષકો દયાલજીભાઈ બાવરવા, જયેશભાઈ અગ્રાવત, ચાંદનીબેન સાંણજા અને અશ્વિનભાઈ ભુવા વગેરે ધો.6 થી 8 ના તમામ વિષય શિક્ષકો અને વિદ્યાર્થિનીઓને ઝળળતી સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ પ્રિન્સિપાલ દિનેશભાઈ વડસોલાએ ધન્યવાદ પાઠવ્યા છે.