પાટીદાર અને સનાતન નવરાત્રી શહીદ જવાનોના લાભાર્થે, ઉમિયા નવરાત્રી પાટીદાર સમાજના લાભાર્થે તેમજ સંકલ્પ નવરાત્રી સેવાકીય પ્રવૃતિઓ માટે યોજે છે ગરબામોરબી : માં શક્તિની ભક્તિ માટેના નવરાત્રી પર્વની રાજ્યભરમાં ઉજવણી થાય છે, નવરાત્રી દરમિયાન નાના ગામડાથી લઈ મોટા શહેરોમાં નાના મોટા પ્રાચીન ગરબી મંડળો દ્વારા ગરબીના આયોજન થાય છે. સાથે જ અર્વાચીન રાસોત્સવના આયોજકો દ્વારા પાર્ટી પ્લોટ, મેદાનમાં રાસ ગરબાના મોટા આયોજન થાય છે ત્યારે મોરબીમાં અર્વાચીન રાસ ગરબામાં પણ સેવા ભાવના સાથે જ નવરાત્રી મહોત્સવ યોજાય છે. જેમાં સંકલ્પ નવરાત્રી, પાટીદાર નવરાત્રી, ઉમિયા નવરાત્રી, સનાતન નવરાત્રી, માં નવરાત્રી, સતવારા સમાજ અને આહીર સમાજ આયોજિત ગરબા મુખ્ય છે.મોરબી શહેર જિલ્લામાં કુલ મળી 571 જેટલા પ્રાચીન અને અર્વાચીન રાસોત્સવ યોજાય છે જેમાં મોરબી શહેરમાં સંકલ્પ નવરાત્રી, સનાતન નવરાત્રી, પાટીદાર નવરાત્રી, માં નવરાત્રી અને ઉમિયા નવરાત્રી મહોત્સવ નફો કરવાની ભાવના સાથે નહીં પરંતુ સેવાની ભાવના સાથે યોજાય છે. જેમાં યંગ ઇન્ડિયા ગ્રુપ આયોજિત સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં ઝુપડપટ્ટીથી લઈ મહેલ જેવા બંગલામાં રહેતા બહેન દીકરીઓને નિઃશુલ્ક ગરબા રમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ અહીં પ્રાચીન પરંપરા જાળવી રાખવા માટે દરરોજ વિવિધ ગામોની પ્રખ્યાત મંડળીઓને પણ આમંત્રિત કરી રાસગરબાની રમઝટ બોલાવવામાં આવે છે.વંચિતોની સેવા એ જ સંકલ્પ નવરાત્રીનો મંત્રમોરબી શહેરમાં અનેક વિધ સેવા પ્રવૃત્તિ સાથે જોડાયેલ યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર તમામ વર્ગના બહેનો માટે નિઃશુલ્ક એન્ટ્રી સાથે ગરબા રમાડવામાં આવે છે.અહીં ઝૂંપડામાં રહેતા બહેન અને આલીશાન બંગલામાં રહેતા બેહનો એક જ મેદાનમાં સાથે ગરબા સામે છે. સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં ગરબા રમવા આવતા બેહનોને સ્વરક્ષણની તાલીમ પણ આપવામાં આવે છે. સાથે જ અહીં દિવ્યાંગજનો તેમજ વિકાસ વિદ્યાલયની બહેનો માટે પણ ગરબા રમવા વિશેષ આયોજન કરવામાં આવ્યા હતા. નવરાત્રી દરમિયાન યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં ટ્રાફિક બ્રિગેડના બહેનો, સફાઈ કામદાર બહેનો અને સમાજ માટે સેવા કાર્ય કરતા બહેનોના સન્માન પણ કરવામાં આવે છે.શહીદ પરિવારોના લાભાર્થે યોજાય છે પાટીદાર અને સનાતન નવરાત્રીમોરબી શહેરમાં મોટાભાગના અર્વાચિન નવરાત્રી મહોત્સવ સેવાની ભાવના સાથે યોજાય છે, સુખી સંપ્પન સીરામીક નગરીમાં નફોના ઉદેશ્યથી નહીં પરંતુ સેવા ભાવનાને કેન્દ્રમાં રાખી અર્વાચીન ગરબા યોજાય છે જેમાં સેવાભાવિ અજય લોરિયા દ્વારા પાટીદાર નવરાત્રી મહોત્સવ અને સનાતન નવરાત્રી મહોત્સવના આયોજનમાં થતો નફો દેશની સરહદોની સુરક્ષા કરતા શહીદ થયેલા વીર જવાનોના પરિવારજનોના લાભાર્થે વાપરવામાં આવે છે. આ વર્ષ 25 શહીદ પરિવારોને આર્થિક સહાય આપવામાં આવનાર છે જેમાં નવરાત્રીના પ્રથમ ચાર દિવસમાં જ 10 પરિવારોને આર્થિક સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યા છે.તમામ વર્ગના બેહનો માટે યોજાય છે માં નવરાત્રીમોરબીના સામાકાંઠા વિસ્તારમાં છેલ્લા 27 વર્ષથી નગરપાલિકાના પૂર્વ ઉપ પ્રમુખ જયરાજસિંહ જાડેજા સહિતના અગ્રણીઓ દ્વારા માં નવરાત્રી મહોત્સવનું આયોજન થાય છે. જેમાં આજુબાજુના વિસ્તારની 450 દીકરીઓ તેમજ શહેરના અંદાજે 1500થી 2000 બહેનોને વિનામૂલ્યે ગરબા રમાડવામાં આવે છે. સાથે જ દરરોજ 20 જેટલા પ્રોત્સાહક ઇનામ તેમજ તમામ દીકરીઓને નવરાત્રી પૂર્ણ થયે લાખેણી લ્હાણી આપવામાં આવતી હોવાનું આયોજકોએ જણાવ્યું હતું.