મહાપાલિકા દ્વારા ૨૭થી ૨૯ ઓગસ્ટ સુધી યોજાશે વિવિધ સ્પોર્ટ્સ ઇવેન્ટ : બેડમિંટન, ટેબલ ટેનિસ, ચેસ, ૧૦૦ મીટર - ૨૦૦ મીટરની દોડ, અને વોલીબોલ સ્પર્ધાનું આયોજનમોરબી: મોરબી શહેરના રમતગમતના ઇતિહાસમાં નવું પ્રકરણ ઉમેરાવા જઈ રહ્યું છે, કારણ કે મોરબી મહાપાલિકા દ્વારા મોરબી સિટી ઓલિમ્પિક્સનું આયોજન થવા જઈ રહ્યું છે. આ સ્પોર્ટ્સ ઇવેન્ટ ૨૭થી ૨૯ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ યોજાશે.આ ઓલિમ્પિક્સમાં વિવિધ રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં બેડમિંટન, ટેબલ ટેનિસ, ચેસ, ૧૦૦ મીટર અને ૨૦૦ મીટરની દોડ, અને વોલીબોલ જેવી સ્પર્ધાઓ યોજાશે. રમતગમતને પ્રોત્સાહન આપવા અને પ્રતિભાશાળી ખેલાડીઓને પ્લેટફોર્મ પૂરું પાડવાના ઉદ્દેશ્ય સાથે આ આયોજન કરવામાં આવ્યું છે.નોંધણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને રજિસ્ટ્રેશન કરવા માટે ૨૭ ઓગસ્ટ, ૨૦૨૫ સુધીનો સમય આપવામાં આવ્યો છે. સ્પર્ધકો QR કોડ સ્કેન કરીને અથવા ઓનલાઈન માધ્યમથી પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકે છે.આ સ્પર્ધામાં ભાગ લેવા માટે, સ્પર્ધકોએ સ્પોર્ટ્સ કિટ અને ડ્રેસ કોડનું પાલન કરવું ફરજિયાત છે. દરેક રમત માટે ઉંમર પ્રમાણે અલગ અલગ કેટેગરી બનાવવામાં આવી છે, જેમાં અંડર-18 અને ઓપન કેટેગરીનો સમાવેશ થાય છે. તમામ સ્પર્ધાઓ મોરબી નગરપાલિકા દ્વારા નક્કી કરાયેલા નિયમો મુજબ જ રમાડવામાં આવશે. સ્પર્ધા દરમિયાન ખેલાડીઓએ પોતાની ઓળખના પુરાવા (ID Proof) સાથે રાખવા ફરજિયાત છે.આ ઉપરાંત, દરેક ખેલાડીએ પોતાનાં સાધનો જેવા કે રેકેટ, શૂઝ વગેરે જાતે લાવવાના રહેશે. વિજેતાઓને મેડલ અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવશે. સ્પર્ધાના સમય અને સ્થળની ચોક્કસ માહિતી મોરબી મહાપાલિકા દ્વારા જાહેર કરવામાં આવશે. વધુ માહિતી માટે, રમતગમત વિભાગ, મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશનનો(74058 21815) સંપર્ક કરી શકાય છે. તેમ યાદીમાં જણાવાયું છે.