તંત્રએ બે હોલસેલ સહિત 9 દુકાનોમાં ચેકિંગ કરીને રૂ.3300નો દંડ ફટકાર્યો મોરબી : મોરબીમાં આજે ફરી પાલિકા તંત્રએ પ્લાસ્ટિક જપ્તી ઝુંબેશ હાથ ધરી હતી જેમાં તંત્રએ બે હોલસેલ સહિત 9 દુકાનોમાં ચેકિંગ હાથ ધર્યું હતું અને તંત્રએ આશરે 250 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરીને રૂ.3300નો દંડ ફટકાર્યો હતો. મોરબી નગરપાલિકા તંત્રએ ઘણા સમય અગાઉ જોખમી પ્લાસ્ટિકના વપરાશ અને વેચાણ પર પ્રતિબંધ લાદી દીધા બાદ પણ વેપારીઓ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ કરતા હોવાથી પાલિકા તંત્ર દ્વારા સમયાંતરે પ્લાસ્ટિક જપ્તી ઝુંબેશ હાથ ધરવામાં આવે છે.ત્યારે પાલિકા તંત્રએ લાંબા સનય પછી આજે પ્લાસ્ટિક જપ્તી ઝુંબેશ હાથ ધરી હતી અને નગરપાલિકાની ટીમના ક્રિષ્નસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ, રમેશભાઈ રાઠોડ, શક્તિ રાઠોડ, મહેશભાઈ ભુભરીયા સહિતના સ્ટાફે આજે શહેરમાં આવેલ હોલસેલની બે દુકાનો ભવાની પ્લાસ્ટિક, સોહમ પ્લાસ્ટિક તથા અન્ય દુકાનો સંતોષ સિઝન, ઉમિયા બેકરી, આનંદ સ્ટેશનરી, મહાવીર ગાંઠિયા, મનીષભાઈ શાક બકાલા વાળને ત્યાં ચેકિંગ હાથ ધર્યું હતું.પાલિકા તંત્રએ આ દુકાનોમાંથી આશરે 250 કિલો પ્રતિબધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરીને રૂ.3300નો દંડ ફટકાર્યો હતો.ત્યારે લાંબા સમય બાદ પાલિકા તંત્ર પ્રતિબધિત પ્લાસ્ટિક પર તવાઈ ઉતારતા પ્લાસ્ટિકના વેપારીઓમાં ફફળાટ વ્યાપી ગયો છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne