'સ્વચ્છ ગુજરાત, પ્લાસ્ટિક ફ્રી ગુજરાત' અભિયાન અંતર્ગત કોર્પોરેટરો અને સ્થાનિકોએ શ્રમદાન કરી જનજાગૃતિનો સંદેશો આપ્યોમોરબી: રાજ્ય સરકારના 'સ્વચ્છ ગુજરાત, પ્લાસ્ટિક ફ્રી ગુજરાત' અભિયાનને વેગ આપવા અને સફળ બનાવવા મોરબી મહાનગરપાલિકા દ્વારા વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે આજે મોરબીના વોર્ડ નં. 9 વિસ્તારમાં આવેલા હિરાસર રોડ પર પ્લાસ્ટિક વેસ્ટ કલેક્શન અને સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.આ સફાઈ ઝુંબેશમાં વોર્ડ નં. 9 ના કોર્પોરેટર નવનિતભાઈ ભુદરભાઈ કુંડારિયા, હિરેનભાઈ પરબતભાઈ કરોતરા, ભગવતીબેન મહેશભાઈ કુંડારિયા અને નૂતનબેન હરસુખભાઈ વિડજા ઉપસ્થિત રહ્યા હતા. તેઓની સાથે વોર્ડના અન્ય કાર્યકર્તાઓ પણ આ સફાઈ અભિયાનમાં સહભાગી બન્યા હતા અને જાતે સફાઈ કરી લોકોને સ્વચ્છતા અંગે જાગૃત કર્યા હતા.સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત મોરબીના નિર્માણ માટે યોજાયેલા આ કાર્યક્રમમાં મહાનગરપાલિકાની ટીમ, સફાઈ કર્મચારીઓ તથા સ્થાનિક નાગરિકોએ પણ ઉત્સાહપૂર્વક પોતાનો સહયોગ આપ્યો હતો. તંત્ર દ્વારા સૌ નગરજનોને એકજૂટ થઈને સ્વચ્છ, સુંદર અને પ્લાસ્ટિક મુક્ત મોરબીના નિર્માણમાં યોગદાન આપવા અપીલ કરવામાં આવી છે.#Morbi #MorbiUpdate #SwachhGujarat #PlasticFreeGujarat #CleanMorbi #MorbiMahanagarpalika #Ward9 #SwachhataAbhiyan