શ્વાને ચહેરા ઉપર બચકા ભરી ગંભીર ઘાવ પહોંચાડ્યા હતા, તબીબની ટીમે 100થી વધારે ટાંકા લઈ પ્લાસ્ટીક સર્જરી કરી ચહેરાને વ્યવસ્થિત કર્યોમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : માળિયા તાલુકાના એક ગામમાં 6 વર્ષની દીકરી રસ્તા પર ચાલી ઘરે જતી હતી. ત્યારે શેરીના શ્વાને ચહેરા પર બચકા ભરી ખરાબ રીતે જખમ બનાવી દીધા હતા. આયુષ હોસ્પિટલમાં કૂતરું કરડવાની સારવાર કર્યા બાદ પ્લાસ્ટીક સર્જન ડો. આશિષ હડિયલ દ્વારા 100થી વધારે ટાંકા લઈ પ્લાસ્ટીક સર્જરી કરી ચહેરાને વ્યવસ્થિત કરી આપવામાં આવ્યો હતો. ડૉ.આશિષ હડિયલના કહેવા મુજબ જો કૂતરું કરડ્યા પછી જો હડકવા થઇ જાય તો દર્દીનું બચવું લગભગ અશક્ય છે. હડકવાના વાયરસ સીધા મગજ પર અસર કરે છે. સદનસીબે કૂતરું કરડે અને હડકવા થાય એ વચ્ચેના સમયગાળા માં તેને અટકાવવા માટે એક મોકો મળતો હોય છે...કૂતરું કરડ્યા પછી હડકવા થી બચવા શું કરવું જોઈએ?1. તાત્કાલિક સાબુ અને પાણી થી 15 થી 20 મિનીટ સુધી ઝખમ ને ધોવો2. ઝખમ ને ધોયા પછી તાત્કાલિક હોસ્પિટલ એ પહોંચવું જોઈએ.3. હોસ્પિટલમાં ઝખમ ને તપાસ કરી શ્રેણી નક્કી કરવામાં આવે છે.● શ્રેણી - 1) કોઈ ખાસ સારવાર ની જરૂર નથી હોતી. ● શ્રેણી - 2) હડકવા ની રસી (ARV) આપવામાં આવે છે.● શ્રેણી - 3) હડકવાની રસી (ARV)+ ઇમ્યુનોગ્લોબ્યુલિન (RIG) આપવામાં આવે છે. 4. સામાન્ય રીતે ઝખમને ટાંકા લેવામાં આવતા નથી. પણ જો બહું જરૂરી હોય તો ઇમ્યુનોગ્લોબ્યુલિન આપી ને થોડા કલાકો પછી ટાંકા લેવામાં આવે છે. હડકવા જેવી જીવલેણ બીમારી ને અટકાવવા કૂતરું કરડ્યા પછી તાત્કાલિક હોસ્પિટલ જઈ નિષ્ણાંત ડૉક્ટરને બતાવવું જોઈએ. તેમ આયુષ હોસ્પિટલની યાદીમાં જણાવાયું છે.