વાવાઝોડાની સંભવિત અસરોને ધ્યાને લઇ રદ કરાયો કેમ્પ: મોરબી: વિશાલ લલિતભાઈ કગથરાના સ્મરણાર્થે તારીખ 18ને મંગળવારે મોરબીમાં આયોજિત પ્લાઝ્મા ડોનેશન કેમ્પ સંભવિત વાવાઝોડાને લઈને રદ કરવામાં આવ્યો છે. જી.આઈ.ડી.સી. સ્થિત પ્રસંગ હોલ, સંસ્કાર ધામ મોરબી ખાતે તારીખ 18ને મંગળવારે રાજકોટ પ્લાઝ્મા ડોનર ગ્રુપના સૌજન્યથી વિશાલ લલિતભાઈ કગથરાનાં સ્મરણાર્થે આયોજિત પ્લાઝ્મા ડોનેશન કેમ્પ રદ કરવામાં આવ્યો છે. વરસાદી વાતાવરણ અને સંભવીત વાવાઝોડાને ધ્યાને લઇ આ કેમ્પ રદ કરાયો હોવાનું આયોજક લલિતભાઈ કગથરાએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.