મોરબી : મોરબીના પીપળી રોડ પર આવેલ જય બહુચર જનરેટરના માલીક નવીન પટેલ, દિનેશ પટેલ, ભાવેશ પટેલ દ્વારા આજે પર્યાવરણનું જતન કરવાના ઉદ્દેશ્ય સાથે 330 વૃક્ષો વાવવામાં આવ્યા હતા અને આ વૃક્ષોના કાળજીપૂર્વક જતન માટે તેમણે સંકલ્પો કર્યા હતા. તેમજ આટલા વૃક્ષોનું વાવેતર કરીને અન્યોને પર્યાવરણના જતન માટે વધુને વધુ વૃક્ષો વાવવાનો પ્રેરણાદાયી મેસેજ આપ્યો છે.