મોરબી : મોરબીના સામાકાંઠે આવેલ ઓજી વિસ્તાર ગણાતા રામદેવનગરમાં નગરપાલિકાની ગાર્ડન સમિતિના ચેરમેન ગીતાબેન મનુભાઈ સારેસા દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખના સહયોગથી 100 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. હમણાં જ આ વિસ્તારમાં નવો મેઈન રોડ બનાવવામાં આવ્યો હતો આથી રોડની બન્ને સાઈડમાં આ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ તકે વોર્ડ નંબર 4 ના નગરસેવકો મનસુખભાઇ બરાસરા, ગિરિરાજસિંહ જાડેજા, જસંવતીબેન શિરોહિયા અને મનીષાબેન સોલંકીના હસ્તે વૃક્ષારોપણ કરાયું હતું અને સ્થાનિક લોકોએ આ વૃક્ષોના જતનની જવાબદારી લીધી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..