મોરબી : મોરબી જિલ્લામાં થોડા સમય અગાઉ વરસાદ પડ્યા બાદ વૃક્ષ વાવેતર માટે અનુકૂળ સંજોગો ઉભા થતા ઠેરઠેર વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. ખાસ કરીને મોરબી જિલ્લામાં હમણાંથી ગામડે-ગામડે મારુ ગામ હરિયાળું ગામની સ્વંયભુ ઝુંબેશ ચાલવામાં આવી રહી છે અને આ ઝુંબેશના ભાગરૂપે ગામેગામ વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે વીરપરડા ગામે પણ યુવા ગ્રુપ દ્વારા મારુ ગામ હરિયાળું ગામની સ્વંયભુ ઝુંબેશ હેઠળ પાણીના ટાંકા સહિતના સરંજામ સાથે 300 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. ગામના યુવાનોએ જોશભેર ગામની આસપાસ વૃક્ષોનું વાવેતર કરી આ વૃક્ષોનું કાળજી પૂર્વક જતન કરવાના સંકલ્પ લીધા હતા. - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..