કંપની મેનેજમેન્ટ અને સ્ટાફ દ્વારા વૃક્ષારોપણ કરીને વૃક્ષોનું કાળજી પૂર્વક જતન કરવાનો સંકલ્પ લેવાયો મોરબી : મોરબી જિલ્લામાં હાલ વૃક્ષોના વાવેતર માટે અનુકૂળ સંજોગો ઉભા થતા ઠેરઠેર વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે પર્યાવરણના જતન માટે મોરબીનું સાસા એનર્જી ગ્રુપ પણ આગળ આવ્યું હતું અને આ કંપની મેનેજમેન્ટ અને સ્ટાફ દ્વારા વૃક્ષારોપણ કરીને વૃક્ષોનું કાળજી પૂર્વક જતન કરવાનો સંકલ્પ લઈને સામાજિક ઉત્તરદાયિત્વની જવાબદારી નિભાવી હતી. ગ્રીન અને રેન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં કાર્યરત એવા મોરબીના સૌપ્રથમ સોલાર પેનલ મેનુફેક્ચરિંગ પ્લાન સાસા એનર્જી ગ્રુપ દ્વારા પર્યાવરણના જતન માટે વૃક્ષો વાવેતરનું પ્રેરણાદાયી કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં સાસા એનર્જી ગ્રુપના સ્ટાફ દ્વારા વૃક્ષારોપણનું આયોજન કરીને સમાજને પ્રેરણા દાયી કાર્યો કરવાની પ્રેરણા આપી હતી. સાસા એનર્જી ગ્રુપ દ્વારા આજે 130 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં આ વૃક્ષોનું કાળજી પૂર્વક જતન કરવાનો પણ સંકલ્પ.લેવામાં આવ્યો હતો. તેમજ ગ્લોબલ વોર્મિંગની સમસ્યાથી બચવા માટે વધુને વધુ વૃક્ષો વાવવાની હાકલ કરી હતી. આ વૃક્ષારોપણ કાર્યમાં કંપનીના ડાયરેક્ટર સતિષભાઈ બાવરવા, દીપીલભાઈ કગથરા, મુકેશભાઈ બાવરવા, અમિતભાઇ વસીયાણી, યોગેશભાઈ દલસાણીયા સહિતના જોડાયા હતા. - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..